૪૬ દોસ્ત / અરવિંદ ભટ્ટ


આપણી એક ઘર વિશેની ધારણા
દોસ્ત, રસ્તા પર ખૂલ્યાં છે બારણાં

દોસ્ત, પંખી જેટલું ઉડ્યા અને
એક પીંછા જેટલાં સંભારણા

દોસ્ત, કંઈ વર્ષો સુધી સાથે જીવી
આપણે આપણને લાગ્યા આપણા

આપણે સાથે જીવ્યા તે તે ક્ષણો
નામ બદલે છે હજુ હુલામણાં

ભીંત છાતીમાં પ્રવેશી જાય છે
માત્ર ફોટામાં રહ્યા બે-ત્રણ જણા.0 comments