63 - લયની ખાધી લપાડ / અરવિંદ ભટ્ટ


લયની ખાધી લપાડ  બાપા ! લયની ખાધી લપાડ  હો.... રે....

એક હાથથી કલમ ઉપાડી
બીજા હાથથી ટેવ હો.... રે....
પછી ટાંકની ઝારી માંથી
પડે શબ્દની સેવ હો... રે....
જલે અર્થની ખપાડ બાપા ! જલે અર્થની ખપાટ હો .... રે.....

કાગળમાં વેરેલી વાતો
વીણી વીણી ને ખાય હો.... રે....
કાલ નિશાળે ભણવા બેઠા
આજ મોટા થાય હો.... રે.....
સૌ જંગલ તું કબાટ બાપા ! સૌ જંગલ તું કબાટ હો.... રે.....


0 comments


Leave comment