23 - સુલેહ / અરવિંદ ભટ્ટ


એક રાત્રે
ચંદ્ર પાસે
કેટલાયે તારકો
ટોળે વળ્યા
‘ને’ ચંદ્ર મારો છે ‘ કહી
એકબીજા એવા લડ્યા
કે કેટલાયે
વીજળીની જેમ
ઝબકારો કરી તૂટી પડ્યા

આ યુધ્ધમાં ફાવી શકયું ના
કોઈ પણ.

છેવટે સુલેહ થઈ
એકબીજાથી દૂર જઈ
સહુ ચંદ્રને જોતાં રહ્યા
આ ચાંદની
ઘટ ઘટ પીતા.


0 comments


Leave comment