40 - ગુમ / અરવિંદ ભટ્ટ


બત્તી કરુને જેમ થતો અંધકાર ગુમ
ક્યાં એમ થઈ છે તમારો વિચાર ગુમ

ને બર્ફ જેમ ઓગળી શકાય પણ નહીં
મારામાં કોઈ થઈ ગયું છે આરપાર ગુમ

ઘર ભુલભુલામણી છે પુરાતન મહેલની
અંદર પ્રવેશ આપીને થઈ જાય દ્વાર ગુમ

પાદરનાં પથ્થરોને હજુ પણ પૂછ્યા કરું
કે ક્યાં થઈ ગયો છે એ ઘોડેસવાર ગુમ

દેખાય જો મને તો સલામત રહે નહીં
તેથી જ થઈ ગયો છે આ પરવરદિગાર ગુમ.


0 comments


Leave comment