10 - એક ક્ષણ પછી / અરવિંદ ભટ્ટ


મારી
આંગળીનાં ટેરવા નીચે
દબાયેલા
માંકડનું મૃત્યુ
એક ક્ષણ પછી
થવાનું છે
-તેની
અને મારા પાપની
નોંધ રાખવા
ધર્મરાજાનાં
કલમ અને ચોપડો
તૈયાર હશે ?

ને હવે
આ દીવાલ પર
રહી ગયેલ
લાલ ડાઘ
હું કેટલો સમય
જોઈ શકીશ ?


0 comments


Leave comment