૩૬ અદાલત / અરવિંદ ભટ્ટ


ઝગડે અનંત કાળથી મારામાં બે વકીલ
ખૂટ્યો નથી હું હજી ખૂટી નથી દલીલ

મરહૂમ શખ્શ કોણ હતો – એ તપાસમાં
નીકળ્યું તપાસનીશનાં નામે કરેલ વીલ

તો મત છે ચાર ભીંતનો કર્યો મેં એક અર્થ
સાહેદ થઈને ઘર મને કરતું રહ્યું ઝલીલ

અંધાર નામદારની કોરટનાં કાગળો
વંચાણમાં મૂકાય લગાવી સૂરજનું સીલ

આ સમયનો બચાવ સમય ખુદ કરી શકે
ને આપણું થવું પડે છે શબ્દનાં અસીલ0 comments