૪૭ નથી / અરવિંદ ભટ્ટ


તર્ક તારે પીઠ છે છાતી નથી
શ્વાસની ભીનાશ સમજાતી નથી

હે પગી, શોધો પગેરું સ્વપ્નનું
કોઈ નક્કર વાત વંચાતી નથી

વાળ ઊગે છે હથેળીમાં છતાં
જ્યોતિષીની વાત ભૂંસાતી નથી

છેવટે મોજાં હલેસાં થઈ ગયાં
પણ ભરતી-ઓટ રોકાતી નથી.