2 - કોઈક / અરવિંદ ભટ્ટ


એ કોઈ પંખીનાં હાથની વાત નથી
કે ગમે ત્યારે, ગમે ત્યાં
ગમે તે પીછું ખેરવી શકે.

પાંખ માટે ભાર બની જાય
ત્યારે તે પીછું ખરી જાય છે.

ક્યું પીછું ક્યાં ખર્યુ
તેની યાદ પંખી રાખતું નથી.

એવું પીછું તો કોઈક જ હશે
જે માળામાં ખર્યું હોય.


0 comments


Leave comment