20 - હજી / અરવિંદ ભટ્ટ


વગડામાં
એક ઘરની વચ્ચે વૃદ્ધ એકલો
લઈ લાકડી ટેકો
ટક... ટક... હરતો ફરતો

વૃદ્ધ પથારીવશ,
લાકડી ભીંતને ટેકે ઊભી

વૃદ્ધ એકલો હિજરાતો – રિબાતો
લડથડ લડથડ થોભે લાકડી
તે પહેલાં તો ખરી પડ્યો

લાકડી હજી ઊભી છે
લાકડી હજી ફરે છે
વગડા જેવા ઘરની વચ્ચે
ટક... ટક અવાજ કરતી.


0 comments


Leave comment