31 - ડ્રાઉંડ્રાઉં / અરવિંદ ભટ્ટ


રાતનો છે આવકારો ડ્રાઉંડ્રાઉં,
સૂર્ય માટેની પુકારો ડ્રાઉંડ્રાઉં.

પાસ આવીને સૂરજ ડૂબી ગયો,
મરશિયાં ગાતો કિનારો ડ્રાઉંડ્રાઉં.

કઈ અધૂરી વાંછના–શી રાત છે ?
કેમ રુવે છે મજારો ડ્રાઉંડ્રાઉં.

આવ તું, અંધાર ભરવા આવ તું,
વાવ પરથી સાદ મારો ડ્રાઉંડ્રાઉં.

ને પછી ખાબોચિયાં સુક્કાં હશે,
સ્મરણને ડસશે હજારો ડ્રાઉંડ્રાઉં.


0 comments


Leave comment