4 - કદાચ / અરવિંદ ભટ્ટ


કદાચ તે લોકોને ખબર નહીં હોય કે
એ કૂવાની દીવાલોની બખોલોમાં
કેટલાંક પંખીઓનાં નીડ હશે.
નીડમાં
ફૂટવાની રાહ જોતાં ઈંડા હશે
ઊડવાની રાહ જોતાં બચ્ચાં હશે.
કેટલાંક પંખીઓ
ઈંડાને હૂંફ દેતાં બેઠાં હશે,
કેટલાંક તેનાં બચ્ચાં માટે
દૂરદૂર ચણ લેવા ગયાં હશે.

અને તે લોકો અચાનક આવીને
એ કૂવાને ઢાંકણ ઢાંકી ગયા.
કદાચ તે લોકો નિર્દય નહીં હોય.


0 comments


Leave comment