38 - ભર – નીંદરમાં / અરવિંદ ભટ્ટ


લવ-લેટરનાં પ્રતિ – ઉતરમાં
ભરતો રહું અક્ષ્રર ખપ્પરમાં

નથી ખાસ કશોય બનાવ બન્યો
અફવા રણમાં, રદિયો ઘરમાં

અરધુંપરધું સપનું રઝળે
જણ એક મર્યો ભર-નીંદરમાં

નકલંક હવે અવતાર ધરો
મમતા ખરતી રહી પથ્થરમાં

મરતાં મરતાં જરી આંખ ખૂલી
સચરાચર ગુમ દટંતરમાં.


0 comments


Leave comment