22 - અચાનક / અરવિંદ ભટ્ટ


વટવૃક્ષ પાસે ઊગ્યું તૃણ થોડું
વાયુ ફૂંકાતાં
બે – ચાર પર્ણો નીચે ખર્યા ને
ઝૂકી ગયેલાં
તરણાં વધ્યા સૌ :
‘નમવું ભલે પણ ન ખરવું અમારે‘

વાયુ શમ્યો ને
ઊંચું કર્યુ શિર તૃણે ફરીથી
ત્યાં તો અચાનક
એક ધેનુ આવી
તૃણને ચરી ગઈ.


0 comments


Leave comment