૬૦ ગઢની ભીંતે / અરવિંદ ભટ્ટ


હાલ્યને સૈયર ગઢની ભીંતે થાપવા જઈએ છાણાં

ભીંતને ટેકે ભીંતની માફક હું ય તે ઊભી રઈશ
વરસો જૂની થઈશ છતાં આમ એવી ને એવી હઈશ
કેટલાયે રોજ – રોજ ભલેને ખરતાં રહે પાણા

કો’ક તો વટેમારગુ તારા આંગળાઓની છાપને જોશે
કો’ક દી વટેમારગુ લીલી ભાત સુકાવી જોઇને મો’શે
પછી પરગામનો કેડો ભીંતની માફક જોઇને વાશે વા’ણાં.0 comments


Leave comment