39 - ખોઈ બેઠો છું / અરવિંદ ભટ્ટ


શબ્દનાં દ્વાર ખોઈ બેઠો છું
સાવ ઘરબાર ખોઈ બેઠો છું

કોઈ પથ્થર મળે તો લાગે છે
એક આકાર ખોઈ બેઠો છું

આજ આંખો મીંચીને શોધું છું
દ્રશ્ય બે-ચાર ખોઈ બેઠો છું

નીમ લીધું ન આયને જોવું
ને હું શણગાર ખોઈ બેઠો છું

આંખમાં ઝાંઝવાંનાં ઝાળાં છે
હું ય વણજાર ખોઈ બેઠો છું.


0 comments


Leave comment