૩૩ સત્ય / અરવિંદ ભટ્ટ


આ ક્ષણે જે જે કશું કૈ અવતરે
તે બધું મારી ગઝલને સાંભરે

બ્રહ્મને બદલે રટ્યું ત્યાં પહોંચવું
માળવે પહોંચીને મન પાછું ફરે

સત્ય તેં પ્હેરેલ વસ્ત્રો સત્ય છે
સત્યની પાછળ તું સંતાયા કરે

કોઈ દેખાતું નથી અંધારમાં
કોણ જળનાં માર્ગમાં દીવા કરે

આખરે પીળાશ પણ ઊડી જતી
પાંદડું જે ડાળ પરથી ના ખરે