1 - ફરીથી / અરવિંદ ભટ્ટ


ગળથૂથી કેવી લાગે ?
થોડીક બનાવી આપ
મારે પીવી છે.

મા,
મેડા પરથી પારણું ઉતાર,
મારે ઘડીક ઝૂલવું છે.
ને લાવ દૂધની શીશી
ઘડીક ચૂચવી છે.

મારા પ્રથમ રુદનને
કોઈએ ટેપ કેમ નથી કર્યુ ?
મારે તેને સાંભળવું છે.

મારા બચપણને
કોઈએ કેમ નથી ઝડપ્યું
કેમેરામાં ?
મારે તેને જોવું છે પર્દા પર
ફિલ્મની જેમ.

મારે ઘડીક ફરીથી ઊછરવું છે.


0 comments


Leave comment