14 - સંબંધ – ૧ / અરવિંદ ભટ્ટ


સામે મળો ત્યારે
હાથ ઊંચો કરવા જેટલો સંબંધ
ને ક્યારેક
પાન ટકે એટલી ‘મળ્યા’તાની સભાનતા
ખાવા - ખવરાવવા જેટલો સંબંધ.

હોટેલમાં કલાકો સુધી
કડક – માફક વાતો પીવાનું
એક બીલ બને
એટલો સંબંધ.

પાંચ – પચ્ચી – પાંચશે
ઉછીનાં આપી
ભીડ ભાંગવા જેટલો સંબંધ ;
પાંચ – પચ્ચીની
મદદ કરવા જેટલો સંબંધ.

૧લીએ ઘરનું હેત
વધી જતું કેમ લાગે છે ?


0 comments


Leave comment