57 - અંધ થયેલ પંખી / અરવિંદ ભટ્ટ


કોઈ મને પિંજરમાં પાળો
મારાથી વેગળી કરેલ સ્હેજ ઊડવાની
ઈચ્છા અથડાય ભીંત સાથે
આખું આકાશી પોલાણ મારી આસપાસ
એકઠું થઈને ભીંસ આપે
સપનું આવે છે સાવ લીલું – કુંજાર અને
ઘટનાનો રંગ હોય કાળો

બસ એકલતા થતી રહે છે પસાર
સમય જેવું તો કાંઈ નથી હોતું
જંગલ આખામાં એક ડાળી પર સાચવેલ
કલરવને કેમ હવે ગોતું ?
નહિ આભ, નહિ ઝાડ, નહિ ટૌકો, નહિ માળો.


0 comments


Leave comment