૫૯ રાજ, તમે / અરવિંદ ભટ્ટ


રાજ, તમે આંગણ પધાર્યા તે મ્હોર્યા ગુલમોરને સૌરભનું બન કંઈક સ્પર્શ્યુ
એવો વીતક નથી ઉખળવો રોજ રોજ
આંસુડાં ઓટાને ધોતાં
વાળ પાંપણનાં પેસીને આંખમાં ખટકતા
ડેલીની બા’ર સ્હેજ જોતાં
આજ તમે ઉંબર વટ્યા ને મારા અંધારિયા મેં’લમાં ધોધમાર અજવાળું વરસ્યું

આવેલું જોમ દઈ ફરફરતા પાલવ પર
ધૂળધોયા દર્પણને લૂછ્યું
ક્યાંથી ચોર્યો છે ફૂલ-ગુલાબી રંગ
- એમ ચહેરાએ ચહેરાને પૂછ્યું
રાજ, તમે ઝૂલે ઝુલ્યાને એણે કિડચૂતું ગીત ગાઈ છિપાવી વરસોની તરસ્યું.