37 - વરદાનમાં / અરવિંદ ભટ્ટ


તું ભલે મારી નસેનસમાં વહે
હું હજી વરદાનમાં માગું તને

એટલે આંખો મીંચી જાગ્યા કરું
કોઈ સૂતું હોય છે પાંપણ તળે

શ્વાસ છે તારો અમારી આવ-જા
કેમ તું એને હવા જેવી ગણે ?

મેં લખ્યા પત્રો તને, તે લઇ ઊભો
હું ટપાલી જેમ તારે બારણે

કૂકડાની પાંખ જેવો શબ્દ દઈ
સાત સાગર પાર કરવાનું કહે.


0 comments


Leave comment