૫૮ આગગાડીનું ગીત / અરવિંદ ભટ્ટ


કેમ પૂછો છો કે હું ક્યાં જાઉ છું
મને રસ્તો દોરે ત્યાં દોરાઉં છું
ઠેસમાં ચડીને મને અટકાવે તોય
સદા મારાથી વેગળાં છે ગામ
પોતપોતાને ઠેકાણે સૌને પ્હોંચચાડું
ને મારો નહિ ક્યાંયે મુકામ
વ્હીસલથી પાડું છું ચીસ, થાય ધુમાડો : નિસાસા ખાઉં છું

ભલે આમ ભર્યો – ભર્યો લાગે અવતાર
હું તો ખાલી ડબ્બા જેવી ખાલી
મારી પૂરપાટ ગતિ પાણી જેવી ને
મને નાનકડાં ઝંડા એ ઝાલી
ભીતર વરાળ–ઝાળ ધરબેલી હોય અને તડકો પડે તો તપી જાઉ છું.0 comments