45 - દરિયા કાંઠે / અરવિંદ ભટ્ટ


દરિયાકાંઠે આવી બેઠો
પગની જોડ ઉતારી બેઠો

આ ઊછળતાં મોજાંને હું
સાવ હલેસું ધારી બેઠો

આ દરિયાની ઘરવટ વચ્ચે
ચાર ભીંત વિસ્તારી બેઠો

દરિયાકાંઠે દરિયા જેવું
હું કોને સંભારી બેઠો ?


0 comments


Leave comment