49 - એમ / અરવિંદ ભટ્ટ


લઈ લીધો હો સૂર્યને વિશ્વાસમાં
એમ ઝાકળ-બિંદુ ઊગ્યાં ઘાસમાં

ને તૃષાએ દોટ મૂકી રણ વિશે
ને ચરણ ખૂંપી ગયાં આભાસમાં

મ્હેક ભુલાઈ ગઈ ગુલમ્હોરથી
આ વસંતી ભભકનાં સહવાસમાં

આજ ગઢનાં કાંગરા પાછા તૂટ્યા
આજ પાછું મન ભમ્યું ઇતિહાસમાં

રોજ મીણબત્તી જલાવું યાદની
હું વસુ છું કબ્ર-શા આવાસમાં.


0 comments


Leave comment