29 - દર્પણમાંથી / અરવિંદ ભટ્ટ


ચાલો, ચાલો ખુદને મળીએ
દર્પણમાંથી બા’ર નીકળીએ

છૂપ્યાં છીએ ડાળી ભીતર
કેમ ખબર કે ક્યારે ફળીએ

આંગણમાં દરિયો ખોદીને
ઘરમાં મૃગજળ જેવું બળીએ

તાકાત નથી તડકામાં નહિ તો
હું ને પથ્થર પણ પીગળીએ

જેમ ભળે છે બે પડછાયા
એવું એક-બીજામાં ભળીએ.


0 comments


Leave comment