૨૨ અંક ૮ મો/નાટક સમાપ્તિ અને આશીર્વાદ / દલપતરામ


नाटक समाप्ति विषे

સૂત્રધાર-અરે સભાસદો!મિથ્યાભિમાનથી કોઇ વખત કેવું સંકટ આવી પડે છે તે વાત સારી પેઠે આપના ધ્યાનમાં ઉતરી હશે. માટે હવે એ વિષે વધારે કહેવાનું કાંઇ બાકી રહ્યું નથી. હવે જે ગૃહસ્થે પરોપકાર વાસ્તે આ નાટકનું પુસ્તક ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની મારફતે, ઇનામ આપીને રચાવેલું છે, તે ગૃહસ્થનું *પવિત્ર નામ આ ઠેકાણે આપણે સંભારવું જોઇએ.

शार्दूलविक्रीडित वृत.
भाळ्या भाविक भाटिया जन भला,कोडे बेसे कच्छमां,
त्यां गोविंदजि धर्मशी(૧) गुण-निधि,छे मांडवी स्वच्छमां;
जेणे नाटकनी रसीक रचना,रुडी रचावी नवी;
तेनुं तेम सभासदो सकळनुं.कल्याणवांचे कवि. ८३

સમાપન વર્ષ -
दोहरो.
शास्त्र भूजा ने भक्ति, भू,संवंतनी शरुवात;
पुस्तक आ पूरुं कर्युं, प्रबोधिनी(૨) दिन प्रातः ८४

પછી સર્વ સભાસદોએ સાબાશ! સાબાશ કહીને હર્ષની તાળીઓ બજાવી
[ને સભા બરખાસ્ત થઇ.]

નોંધ -->
૧. નાટક રચનારનું કે રચાવનારનું નામ પ્રસિધ્ધ કરે નહિ તે કૃતઘ્ની કહેવાય. વેદના મંત્રનો પણ વિનિયોગ કરતાં, તે મંત્રના ઋષિ છંદ, અને દેવતા કહેવા પડે.
૨. કાર્તિક સુદિ ૧૧



0 comments


Leave comment