29 - મરવું પડે છે / શૂન્ય પાલનપુરી
જમાનાનું ધાર્યું યે કરવું પડે છે,
કમોતે ઘણીવાર મરવું પડે છે.
નથી જેવી તેવી કૃપા પ્રેમ કેરી,
પ્રથમ એને સર્વસ્વ ધરવું પડે છે.
પ્રગટ થાય છે અલ્પતા આપ મેળે,
સદા બુદબુદા ઊભરવું પડે છે.
જીવનપંથનો થાક પૂછો ન અમને,
ઉતારે ઉતારે ઊતરવું પડે છે.
ન સમજો ન સમજો ઇશારો જીવનનો,
ફના કેરા પંથે વિહરવું પડે છે.
ન કરજો કદી પણ સુખોની તમન્ના,
જે વીતે છે સઘળું વિસરવું પડે છે.
છૂપાં છે પરિવર્તનો શૂન્ય એમાં,
દુઃખી દિલની આહોથી ડરવું પડે છે.
કમોતે ઘણીવાર મરવું પડે છે.
નથી જેવી તેવી કૃપા પ્રેમ કેરી,
પ્રથમ એને સર્વસ્વ ધરવું પડે છે.
પ્રગટ થાય છે અલ્પતા આપ મેળે,
સદા બુદબુદા ઊભરવું પડે છે.
જીવનપંથનો થાક પૂછો ન અમને,
ઉતારે ઉતારે ઊતરવું પડે છે.
ન સમજો ન સમજો ઇશારો જીવનનો,
ફના કેરા પંથે વિહરવું પડે છે.
ન કરજો કદી પણ સુખોની તમન્ના,
જે વીતે છે સઘળું વિસરવું પડે છે.
છૂપાં છે પરિવર્તનો શૂન્ય એમાં,
દુઃખી દિલની આહોથી ડરવું પડે છે.
0 comments
Leave comment