13 - પોઢે છે / ન્હાનાલાલ દલપતરામ કવિ


ફૂલ મ્હારૂં પોઢે છે. પોઢે છે.

હાં રે જરા ધીમી હો બ્‍હેન! જરા ધીમી,
હાં રે મહાસાગરની લહર ર્‍હો ઝઝૂમીઃ
હો ફૂલ મ્હારૂં પોઢે છે, પોઢે છે.

હાં રે લહરી બ્‍હેની! ધીરી તું ધીરી વાજે,
હાં રે ત્‍હારાં સાગરનાં ગાન ગંભીર ગાજેઃ
હો ફૂલ મ્હારૂં પોઢે છે, પોઢે છે.

હાં રે ચારૂ ચન્દ્રને ચૂમીને આવી, બ્‍હેનાં!
હાં રે વરસ આથમતાં અમૃતાંશુ ત્‍હેનાં:
હો ફૂલ મ્હારૂં પોઢે છે, પોઢે છે.


0 comments


Leave comment