9 - બોલે છે મોર / ન્હાનાલાલ દલપતરામ કવિ


૧.

બોલે છે મોર, બાલા ! બોલે છે મોરઃ
ત્‍હમારે બારણે બોલે છે મોરઃ
કોયલ કરે છે મદશોરઃ
સ્‍હાંજે સુલોચના!
ત્‍હમારે બારણે બોલે છે મોરઃ
બોલે છે મોર, બાલા! બોલે છે મોર.

૨.

બોલે છે મોર, વ્હાલા! બોલે છે મોરઃ
આપણે બારણે બોલે છે મોરઃ
કોયલ કરે કલશોરઃ
આજે કલાધર
આપણે બારણે બોલે છે મોરઃ
બોલે છે મોર, વ્હાલા! બોલે છે મોર.


0 comments


Leave comment