8 - વસન્તના કિરણ – ૧ / ન્હાનાલાલ દલપતરામ


સન્ધ્યાના આભમાં કેરે કાંઠડે ઉઘાડી મીટઃ
આશાની એક અલબેલડે ઉઘાડી મીટ.

જો! જો! પ્રકાશ કેરે પોપચે ઉઘાડી મીટઃ
સૂર્યે ઉષાની વેલડી નીચે ઉઘાડી મીટ.

કિરણો હતાં તે કુસુમ ખીલિયાં ઉઘાડી મીટ:
હઇડે એ હાસ્ય કોણે ઝીલિયાં, ઉઘાડી મીટ?


0 comments


Leave comment