9 - વસન્તના કિરણ – ૨ / ન્હાનલાલ દલપતરામ


જો! જો! આનન્દની અધૂકડી ઉઘાડી મીટઃ
સંસાર જાગે શતપાંખડી ઉઘાડી મીટ.

સંજીવન ભરી પિચકારીઓ, ઉઘાડી મીટઃ
ફૂલડાંની ક્યારી કેરી ઝારીઓ, ઉઘાડી મીટઃ

જગમાં વસન્ત રમણે ચ્‍હડી ઉઘાડી મીટઃ
ક્‌હેશો? એ કોને કોને ઉર અડી ઉઘાડી મીટ?


0 comments


Leave comment