૧૭ - દૂધ / ન્હાનાલાલ દલપતરામ


ગોરા ઘીનાં ગાવડીનાં દૂધ :
મીઠાં અમીનાં માવડીનાં દૂધ.

વાછડી ધાવે ગાવડીનાં દૂધ :
બ્હેનડી ધાવે માવડીનાં દૂધ.

વગડે વગડે ગાવડીનાં દૂધ :
ઘરમાં ઘરમાં માવડીનાં દૂધ.

દેહને પાજો ગાવડીનાં દૂધ ;
પ્રાણને પાજો માવડીનાં દૂધ.



0 comments


Leave comment