25 - મોરલો / ન્હાનાલાલ દલપતરામ કવિ


પુરનો મોરલો, હો રાજ !
પુરમાં થનગન થનગન નાચે
પુરનો મોરલો, હો રાજ !
પુરનો મોરલો, હો રાજ !

સુખની શેરીઓ, હો રાજ !
આંગણ થનગન થનગન નાચે
સુખ નો મોરલો, હો રાજ !
પુરનો મોરલો, હો રાજ !

ફૂલની વાડીઓ, હો રાજ !
ફૂલડે થનગન થનગન નાચે
ફૂલનો મોરલો હો રાજ !
પુરનો મોરલો, હો રાજ !

રસનાં સરોવરો, હો રાજ !
રસભર થનગન થનગન નાચે
રસ નો મોરલો, હો રાજ !
પુરનો મોરલો, હો રાજ !


0 comments


Leave comment