65 - હવે ક્યારે બોલાવશો ? / વિનોદ જોશી
પલળી પલળી ને અમે પોચાં થિયાં
હવે ક્યારે બોલાવશો ?
ઉંબરમાં સૂનમૂન બેઠો ઉજાગરો,
ને શમણાં નો દેશ ગયો ડૂબી,
આથમતી રાત હજી અઆથામતી જાય
નથી અંધારે ઉકલતી ખૂબી;
આંસુડે નીંદરનાં ટોચા થિયાં
હવે ક્યારે બોલાવશો ?
છાતીમાં ટળવળતી નવશેકી હુંફ
બેઉ આંખે અણસાર ઓશિયાળા,
રુંવાડાં એક એક કરમાતા જાય
થશે પાંપણનાં બંધ હવે તાળાં;
લોચનિયાં લોહીઝાણ લોચાં થિયાં
હવે ક્યારે બોલાવશો ?
હવે ક્યારે બોલાવશો ?
ઉંબરમાં સૂનમૂન બેઠો ઉજાગરો,
ને શમણાં નો દેશ ગયો ડૂબી,
આથમતી રાત હજી અઆથામતી જાય
નથી અંધારે ઉકલતી ખૂબી;
આંસુડે નીંદરનાં ટોચા થિયાં
હવે ક્યારે બોલાવશો ?
છાતીમાં ટળવળતી નવશેકી હુંફ
બેઉ આંખે અણસાર ઓશિયાળા,
રુંવાડાં એક એક કરમાતા જાય
થશે પાંપણનાં બંધ હવે તાળાં;
લોચનિયાં લોહીઝાણ લોચાં થિયાં
હવે ક્યારે બોલાવશો ?
0 comments
Leave comment