34 - ઉંબરમાં ઠેબાતી વાગ્દત્તા / વિનોદ જોશી
ખમ્મા રે તને ખમ્મા રે મારા ઘરના ઉંબર ખમ્મા રે,
(મારા)અંગુઠાનું જાજો સત્યાનાશ રે, તને ખમ્મા રે...
ઝાંઝરના બે ઝુમ્મખડાંમાં લોલ વછૂટ્યા કંપ,
(મૂઈ) ઘુઘરિયુંએ માર્યા હૈયે ડંખ રે, તને ખમ્મા રે...
ઝળહળ બેડું નંદવાણું ને રઝળી ગિયા ઈંઢોણી,
(અને ) પણ બુઝારે અમથો ટહુકે મોર રે, તને ખમ્મા રે...
ભૂસાંગ દઈને ગોઠણમાં મારા ચાંદોસૂરજ પડતા,
(હવે ) લાભ-શુભની દીધી અને આણ રે, તને ખમ્મા રે...
તોરણ ઝૂલે બેઉ આંખમાં બારસાખ છે ખાલી,
(અમે ) આસોપાલવ આજ પગથિયે વાવ્યા રે, તને ખમ્મા રે...

0 comments
Leave comment