88 - મરતાં મરતાં આટલું / વિનોદ જોશી
દૂધમલ કાચો કૂમળો વિનિયો ભડકાબોળ,
લજ્જાદે મોઝાર મેલે વાવડ મોતના.
ઝમરક તારાં સોણલાં નીંદર મારી રાખ,
અગનીના અણસાર ખડક્યા મારે ખોળિયે.
તેં તસતસતાં કાપડે ટાંકી પૂનમરાત,
મારો વજ્જર હાથ ચાંદો ગોતે ચેહમાં.
છાણું થઈને સંચર્યો હું તો તારે કાજ,
પ્રજળે ચિતા માંહ્ય તારા દસ દસ ટેરવાં.
તું ફરફરતી લ્હેરખી હું સળવળતું ઘાસ,
પૂળો થઈને આજ મારે પાદર થાવું પાળિયો.
વિનિયા વિનિયા ઝંખ્ય મા વિનિયો છાનો ડાંડ,
અમરત આઘાં રાખ્ય ભડકો ભીનો લાગશે.
લજ્જાદે મોઝાર મેલે વાવડ મોતના.
ઝમરક તારાં સોણલાં નીંદર મારી રાખ,
અગનીના અણસાર ખડક્યા મારે ખોળિયે.
તેં તસતસતાં કાપડે ટાંકી પૂનમરાત,
મારો વજ્જર હાથ ચાંદો ગોતે ચેહમાં.
છાણું થઈને સંચર્યો હું તો તારે કાજ,
પ્રજળે ચિતા માંહ્ય તારા દસ દસ ટેરવાં.
તું ફરફરતી લ્હેરખી હું સળવળતું ઘાસ,
પૂળો થઈને આજ મારે પાદર થાવું પાળિયો.
વિનિયા વિનિયા ઝંખ્ય મા વિનિયો છાનો ડાંડ,
અમરત આઘાં રાખ્ય ભડકો ભીનો લાગશે.
0 comments
Leave comment