28 - હાથે કરીને / વિનોદ જોશી
હાથે કરીને અમે અજવાળાં માગ્યાં
હવે અંધારા બાર ગાઉં છેટાં...
આમ તો પરોઢ સાવ પોચું કે
ઝાકળની પાનીએય પડે નહીં છાલાં,
પાંદડીએ પાંદડીમાં ઝૂલે આકાશ
અડે મખમલિયા વાયરાઓ ઠાલા;
સૂરજના કિરણોની આંગળિયે નીકળેલ
સપનાના હોય નહીં નેઠા...
મેંદીની ભાત હોય ઘાટી મધરાત હોય,
અંજળની વાત હોય છાની,
સોનેરી સેજ હોય રૂપેરી ભેજ હોય
ભીતરમાં કેદ હોય વાણી;
હાથવગા ઓરતાને ઝંઝેડી સાવ તમે
ઉઘાડી આંખ કરી બેઠાં...
હવે અંધારા બાર ગાઉં છેટાં...
આમ તો પરોઢ સાવ પોચું કે
ઝાકળની પાનીએય પડે નહીં છાલાં,
પાંદડીએ પાંદડીમાં ઝૂલે આકાશ
અડે મખમલિયા વાયરાઓ ઠાલા;
સૂરજના કિરણોની આંગળિયે નીકળેલ
સપનાના હોય નહીં નેઠા...
મેંદીની ભાત હોય ઘાટી મધરાત હોય,
અંજળની વાત હોય છાની,
સોનેરી સેજ હોય રૂપેરી ભેજ હોય
ભીતરમાં કેદ હોય વાણી;
હાથવગા ઓરતાને ઝંઝેડી સાવ તમે
ઉઘાડી આંખ કરી બેઠાં...
0 comments
Leave comment