60 - તમે આવ્યા વનવાસ / વિનોદ જોશી
તમે આવ્યા વનવાસ મારા કાગળને દેશ
ઝંખનાની શબરીના બોર બોર આંસુને
શબ્દોનું પહેરાવું વેશ...
જંગલનું નામ હવે છોડેલું ગામ અને
આંસુની ધાર હવે સીતા,
અધખુલ્લાં પોપચાંનો કરવો શું અર્થ ?
હોય વીરડામાં સામટી સરિતા;
વ્યંજનાની આંખોમાં લયને આંજ્યો ને
હજી છુટ્ટા ઊડે છે મારા કેશ...
આપણો પરિઘ થાય પૂરો તે કેમ કરી ?
જ્યાંનો ત્યાં શબ્દોનો ચાપ,
છાતીમાં એનઘેન પથ્થરિયો ભાર એવો
લાગેલો કાળઝાળ શાપ;
લાગણીમાં ઝૂરતી અહલ્યાને રોમરોમ
ગીત બની સ્પર્શી ગઈ ઠેશ...
ઝંખનાની શબરીના બોર બોર આંસુને
શબ્દોનું પહેરાવું વેશ...
જંગલનું નામ હવે છોડેલું ગામ અને
આંસુની ધાર હવે સીતા,
અધખુલ્લાં પોપચાંનો કરવો શું અર્થ ?
હોય વીરડામાં સામટી સરિતા;
વ્યંજનાની આંખોમાં લયને આંજ્યો ને
હજી છુટ્ટા ઊડે છે મારા કેશ...
આપણો પરિઘ થાય પૂરો તે કેમ કરી ?
જ્યાંનો ત્યાં શબ્દોનો ચાપ,
છાતીમાં એનઘેન પથ્થરિયો ભાર એવો
લાગેલો કાળઝાળ શાપ;
લાગણીમાં ઝૂરતી અહલ્યાને રોમરોમ
ગીત બની સ્પર્શી ગઈ ઠેશ...
0 comments
Leave comment