૧૨૦ અરવિંદ ભટ્ટ / મનોહર ત્રિવેદી


એક આંખે પીછું, બીજી આંખમાં ગોકુલ
ગઝલ ને ગીત વચ્ચે ઊભો કર્યો પુલ

સગડીના ‘સ’નો કરે શકોરાનો શ-અ-
ઉચ્ચારમાં ગોલમાલ ? આવી ? અરરર !

ભેરુઓના પ્રેમને એ દારૂ જેમ ઢીંચે
ભાળે ત્યાં તો હીંચકાની જેમ હૈયું હીંચે

બૅંકનો હિસાબ એના હોઠે રહે રમી
બધું ભૂલી જાય ક્યાંક મળે જો આદમી

શીશામાં હાજર કરે હઝરત પીર
મસ્તમૌલા, પરગજુ, દેખંદો, ફકીર

હથેળીથી અચાનક ખરી પડી ‘રેખા’
વિધાતા ! તમેયે એલા, આટલા અદેખા ?

લઘુ કાયા વિશે વસે અરવિંદ ભટ્ટ
હાથ આવ્યે કાળનાયે કરે લાડુ ચટ્ટ
*

૦૨-૦૧-૨૦૧૧ / સોમ