3 - નીકળવું છે / હરજીવન દાફડા
વારા ફરતી વારામાંથી નીકળવું છે,
મારે આ જન્મારામાંથી નીકળવું છે
સદીઓથી એમાં ને એમાં સપડાયો છું,
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે
કાળી ભમ્મર ખાઈ તરફ સરકાવે છે એ,
જગની જર્જર ધારામાંથી નીકળવું છે
કોઈ મમતના માળા બાજુ ખેંચ્યા ના કર,
મારે તારા - મારામાંથી નીકળવું છે
અજવાળાંના સ્વામી થોડો ટેકો કરજો,
ભીતરનાં અંધારામાંથી નીકળવું છે.
મારે આ જન્મારામાંથી નીકળવું છે
સદીઓથી એમાં ને એમાં સપડાયો છું,
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે
કાળી ભમ્મર ખાઈ તરફ સરકાવે છે એ,
જગની જર્જર ધારામાંથી નીકળવું છે
કોઈ મમતના માળા બાજુ ખેંચ્યા ના કર,
મારે તારા - મારામાંથી નીકળવું છે
અજવાળાંના સ્વામી થોડો ટેકો કરજો,
ભીતરનાં અંધારામાંથી નીકળવું છે.
0 comments
Leave comment