5 - પડ્યો હોય છે / હરજીવન દાફડા


અણુએ અણુમાં પડ્યો હોય છે,
હજી આંખને ક્યાં જડ્યા હોય છે !

ખરી મોજાને એ જ માણી શકે,
સ્વયંથી સતત જે લડ્યો હોય છે

પડ્યા બાદ કેમે કબૂલું નહીં,
મને દોષ મારો નડ્યો હોય છે

હવે પાળવાનું અમારે શિરે,
તમે તો નિયમને ઘડ્યો હોય છે

અવર ચીજની જેમ દેખાય ના,
ભીતર આદમી જો સડ્યો હોય છે ! 


0 comments


Leave comment