6 - કોઈ કોઈ / હરજીવન દાફડા


કોઈ પથ્થરને નમન કરતા રહ્યા,
કોઈ ભીતરમાં ગમન કરતા રહ્યા

કોઈ ઊંચા સૂરમાં ગાતા રહ્યા,
કોઈ એકાંતે ભજન કરતા રહ્યા

કોઈને સ્હેજે ખજાનો સાંપડ્યો,
કોઈ કાયાનું દમન કરતા રહ્યા

કોઈએ વળગણ બધાં ફેંકી દીધા,
કોઈ જન્મોથી વહન કરતા રહ્યા

કોઈએ શોધ્યો એ શબ્દાતીતને,
કોઈ શબ્દોથી સ્તવન કરતા રહ્યા.


0 comments


Leave comment