7 - માળા અને મન / હરજીવન દાફડા


હાથમાં માળા અને મન માળવે,
આ વિરોધાભાસ ક્યાંથી પાલવે !

એટલે તો તાળવું તોડ્યું અમે,
સાંભળ્યું કે જીવ રહે છે તાળવે

ઓળખી કાઢું પવનની આવ-જા,
ત્યાં સુધી જો શ્વાસ મારા જાળવે

આ ખખડધજ રાતની માથે હજી,
સૂર્ય ઢગલાબંધ ઈચ્છા ઠાલવે

આપણે શણગાર સજવામાં રહ્યા,
જાન આવી ગઈ ઝડપથી માંડવે !


0 comments


Leave comment