9 - એનો જ એ ભારો / હરજીવન દાફડા


ખપ પડે તો આપજે ક્યારેક હોંકારો મને,
થાય કે આપી રહ્યું છે કોઈ સથવારો મને.

હરવખત મારા ખભે માથું નવું મૂકે છે પણ,
ઊંચકાવે છે ફરી એનો જ એ ભારો મને.

વંશ, જાતિ, નામ, રૂપે ઓળખાવ્યો છે અહીં,
ક્યાં હજી સાચો પરિચય થાય છે મારો મને.

સાંકડી સમજણ ખલક સુધી જવા દેતી નથી,
કેમ દોરેલી સીમાથી કાઢવો બા’રો મને ?

આપ ગર્તામાં ઉતરતા જાવ છો એવી પળે,
હાથ લંબાવી ઊભેલો એક જણ ધારો મને.


0 comments


Leave comment