11 - આપણી પાસે નથી / હરજીવન દાફડા


શ્વાસના ચોક્કસ હિસાબો આપણી પાસે નથી,
આપણા બરના જવાબો આપણી પાસે નથી.

વૈભવી સામાનથી છલકાય છે હર ઓરડા,
કોઈ ખૂણામાં કિતાબો આપણી પાસે નથી.

સહેજ અમથું સૂંઘવાથી આયખું મહેકી ઊઠે,
એટલા સુરભિત ગુલાબો આપણી પાસે નથી.

એકબીજાનો પરિચય આપવો કેવી રીતે ?
આજ પણ અસલી રૂઆબો આપણી પાસે નથી.

એક ઊંચા કૂદકે આકાશને આંબી શકે,
એટલા મજબૂત ખ્વાબો આપણી પાસે નથી. 


0 comments


Leave comment