13 - હોય નહીં / હરજીવન દાફડા
કાલ જેવું તો આજ હોય નહીં,
મસ્તકે રોજ તાજ હોય નહીં.
તેં દીધું આ ખમીસ પણ કેવું ?
બટન ટાંકું તો ગાજ હોય નહીં.
એક એવી બતાવ પળ મનવા,
કે તને કામકાજ હોય નહીં.
સમજે ના એક ચીસની ભાષા,
એવો અણધડ રિવાજ હોય નહીં.
જીવતે જીવ રોજ મરનારા,
હોય બે-ત્રણ, બધા જ હોય નહીં.
મસ્તકે રોજ તાજ હોય નહીં.
તેં દીધું આ ખમીસ પણ કેવું ?
બટન ટાંકું તો ગાજ હોય નહીં.
એક એવી બતાવ પળ મનવા,
કે તને કામકાજ હોય નહીં.
સમજે ના એક ચીસની ભાષા,
એવો અણધડ રિવાજ હોય નહીં.
જીવતે જીવ રોજ મરનારા,
હોય બે-ત્રણ, બધા જ હોય નહીં.
0 comments
Leave comment