14 - કોઈ સરનામું / હરજીવન દાફડાસાંભળે તું એવી વાણી દે મને,
કે ભલે પગમાં તું પાણી દે મને.

કાઢવું છે બ્હાર અંધારું ગહન,
ડોલ દરવખતે ન કાણી દે મને.

કોઈ સરનામું તો હોવું જોઈએ,
ક્યાં રહે છે તું, એ જાણી દે મને.

આ અરીસામાંય કંઈ પામ્યો નહીં,
મારા ચહેરાની પિછાણી દે મને.

ગાઉં, નાચું, સાંભળું કે નીરખું,
અંતરે એવી ઉજાણી દે મને.


0 comments


Leave comment