15 - કહે તો ખરો ! / હરજીવન દાફડા


તને શી કમી છે, કહે તો ખરો !
નજર કાં નમી છે, કહે તો ખરો !

સ્વયં ગૂંચવાઈ ગયો શીદને ?
રમત કઈ રમી છે, કહે તો ખરો !

ફના થઇ જવાની ઘણી રીત છે,
તને કઈ ગમી છે, કહે તો ખરો !

હજી પણ મુકામે પહોંચી નથી,
સફર ક્યાં થમી છે, કહે તો ખરો !

તને શોધવા મોકલેલો તને,
કશી બાતમી છે ? કહે તો ખરો !


0 comments


Leave comment