17 - અવરજવર / હરજીવન દાફડા
વેશ મળ્યો છે લઘરવઘર,
લોક જુએ છે ટગરટગર.
સંસારે શી મજા હતી,
તું શું જાણે અજરઅમર.
ખુદના ઘરની ખબર નથી,
ઉત્તર દઈએ અગર-મગર.
મનખા જેવું મહા ગરથ,
ખરચી નાખ્યું ખબર વગર.
લખ ચોરાસી જનમ કરે-,
હરજીવનમાં અવરજવર.
લોક જુએ છે ટગરટગર.
સંસારે શી મજા હતી,
તું શું જાણે અજરઅમર.
ખુદના ઘરની ખબર નથી,
ઉત્તર દઈએ અગર-મગર.
મનખા જેવું મહા ગરથ,
ખરચી નાખ્યું ખબર વગર.
લખ ચોરાસી જનમ કરે-,
હરજીવનમાં અવરજવર.
0 comments
Leave comment