20 - મારામાં જ છે / હરજીવન દાફડા


મારા વિશેની જાણ મારામાં જ છે,
ને દુન્યવી રમખાણ મારામાં જ છે.

જન્માંતરોથી જે હજી જડતી નથી,
અજવાસની એ ખાણ મારામાં જ છે.

એ ગર્ભદ્વારોમાં મને ક્યાંથી મળે ?
જેનું અસલ રહેઠાણ મારામાં જ છે.

અંગારની પાસે જતાં રોકી રહ્યું,
અજ્ઞાત એ ખેંચાણ મારામાં જ છે.

ક્યાંયે, કશુંયે શોધવા જેવું નથી,
સઘળું સતત રમમાણ મારામાં જ છે.


0 comments


Leave comment